STORYMIRROR

KANAKSINH THAKOR

Children

3  

KANAKSINH THAKOR

Children

ઢીંગલી મારી રિસાણી

ઢીંગલી મારી રિસાણી

1 min
194

ઢીંગલી મારી રિસાણી 

ઢીંગલી મારી રિસાણી 

બોલતી નથી, ચાલતી નથી

ઢીંગલી મારી રિસાણી,


ખાવાને આપું બંટી ને બાજરો

પહેરવા આપુંં સાડીને ઘાઘરો

હાથે રે તને ઘડિયાળ બાંધુ 

ખાવા માટે લાપસી રાંધુ

હસતી નથી, ખાતી નથી..

ઢીંગલી મારી રિસાણી,


બેસવાને તને ચેર રે આપું

બેબીકટ તારા વાળ કાપું

પગમાં તને રે પાયલ પહેરાવું 

ઠંડો તને આઈસ ખવરાવું 

રમતી નથી, નાચતી નથી..

ઢીંગલી મારી રિસાણી,

 

આંગળી ઝાલીને તને

નિશાળે મૂકવા આવુંં 

ગીતો મજાના તને હું 

નિશાળમાં સંભાળાવુંં

ગાતી નથી, દોડતી નથી..

ઢીંગલી મારી રિસાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children