STORYMIRROR

Dina Chhelavda

Tragedy Fantasy

2  

Dina Chhelavda

Tragedy Fantasy

દાસ્તાન

દાસ્તાન

1 min
63

માફ કરજે દોસ્ત

તું પાસે જ હોય છે છતાંય હું

મારામાં જ મશગુલ હોઉં છું,


આ પાનખરના વૃક્ષોની ઉદાસી

મારા ઝરુખે ઝૂકેલી છે,

આ વૃક્ષની ડાળે

તું પારિજાત થઈ ખીલી શકે છે,

પણ મારે તો મારી એકલતાનું સંગીત

સાવ મારી જ સાથે

માણીને મહાલવું છે,


આ વેદનાના શબ્દોને મારે

પી જવા છે ઘોળીને

એના નશામાં

મારી મહેફિલ ભરાય છે

તને તો ખબર જ છે

એટલે જ તો

હંમેશા મૌન રહેતી હું

તારી પાસે દિલ ખોલી બેઠી

મારી લાગણીઓની ઈજ્જત કરનાર, દોસ્ત ! 

તને જ કહી શકી છું.. મારી જિંદગીની દાસ્તાન...!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy