STORYMIRROR

Meena Mangarolia

Children

2  

Meena Mangarolia

Children

દાદીમાં

દાદીમાં

1 min
813




મારા દાદીમા એટલે મારા દાદીમા

સવાર સાંજ ના જુએ એતો..


અડધી રાતે ઉઠે એતો

આખા ઘરને ઉંઘમાંથી ઉઠાડે...


મોબાઈલના છે ચશ્કા મોટાં

અને સેલ્ફી પાડવામાં નંબર વન..


ગોગલ્સ વિના ચાલે નહી

અને કાંડે છે હીરાની ઘડિયાળ..


આંખે બેતાળા ચડાવ્યાં છે ભાઈ

તોય આખા ઘરમાં શોધે ચશ્માં


કાને ચડાવ્યા છે મોટા ભૂંગળા તોય

ભજન કરે છે ઘણા ભાવથી..


મારા દાદી વાર્તા કરે જૂની અને જાણીતી

સાંજ પડે એટલે છોકરાઓને ભાગ મોટો આપે.


દાદાને પટાવે દાદીમા વાતો કઢાવે દાદીમા

હસતા રમતા જાય એ મારા છે દાદીમા.


આંખોમાં એવુ કાજળ આંજે મને કે

રાત હોય તો પણ જાણે દિવસ લાગે,


વ્હાલ સાથે વાતો કરે એવા મારા દાદીમાં

મારા દાદીમાં એટલે મારા દાદીમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Children