STORYMIRROR

Chetna Ganatra

Romance

4  

Chetna Ganatra

Romance

ચૂંદડી

ચૂંદડી

1 min
452

ઓઢી મેં તો ચૂંદડી મારા,

સાંવરિયાના નામની,

પહેરી નવરંગ ચૂંદડી મારા,

સાંવરિયાના નામની,


ચૂંદડીમાં નવલા રંગ કેવા સોહે,

મારા પિયુના પ્રેમના,

ઝગમગતા આભલા એમાં કેવા દીપે,

વ્હાલમના સ્નેહના,


પાલવડે સોનેરી રૂપેરી કોર,

જાણે મલકાટ મારા સાજનનો,

એમાં ટમટમે હીરલા જાણે,

ઉરનો ઉમંગ મારા પ્રીતમનો,


ઓઢી નવરંગ ચૂંદડી હું તો,

બની શોભંતી પદમણી નાર,

સોળ શણગાર સજીને હરખાવું હું 

સુંદર સોહામણી નાર,


ધન્ય બન્યું મારું જીવન,

પિયુ ઓઢી તારા નામની ચૂંદડી,

ધન્ય બનશે મારું મૃત્યુ,

ઓઢીને જાઉં તારા નામની ચૂંદડી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance