STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

ચરિતાર્થ

ચરિતાર્થ

1 min
72

માનવદેહ પણ પ્રકૃતિના,

પાંચ તત્વોથી જ સાકાર છે,

સૃષ્ટિ નથી માત્ર માનવ માટે,

પશુ પંખીનો પણ અધિકાર છે.


‘હું છું પ્રકૃતિ રક્ષક’ના સુત્રને,

બનાવીએ સુત્રધાર

પ્રદુષણનો કરીને નાશ,

પર્યાવરણમાં લાવવાનો સુધાર છે.


બેફામ લાલચ,

પ્રકૃતિના નાશ માટે જવાબદાર છે,

વધતું જતું પ્રદુષણ,

ના જાણે કેટલીયે આપદાઓનો દ્વાર છે.


‘હું છું પ્રકૃતિ રક્ષક’ના,

સુત્રને બનાવીએ સંસ્કાર,

કોરોના જેવી આપદા થકી,

કુદરતે મચાવ્યો હાહાકાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational