ચિંતારૂપી ચિતા
ચિંતારૂપી ચિતા
ચિંતા રૂપી લોનના
ચક્કરથી સુદૂર રહું છું
ડિપોઝિટો મોજ મજાની
હું તો ભેગી કરું છું !
ચિંતારૂપી લોન ના ..........
ભરવા પડે છે એકલા એ
થોકડા લોનના વ્યાજરૂપી;
વાત આ ખુબ સારી રીતે
સમજુ છું તેથી તો
ડિપોઝિટના વ્યાજમાં
સામેલ કરી સહુ ને
રીન્યુ મારી ડિપોઝિટો રોજે કરું છું !
ચિંતારૂપી લોન ના .......
ફરું છું રાખી ખીસ્સામાં ખુદની
ને દીઘેલી બાપ દાદાની ક્રેડીટ ;
હતો તો બેન્કમાં જ તો પણ
રાખતો ના કદી કાર્ડ ક્રેડિટ !
ધંધા ઉછી ઉધારાના અહિતો
અપાવે જાજા ટેન્શન ;
કરું વાત મજાની એક
ભલો હું ને મારું પેન્શન&nbs
p;!
બેઠો છું રાખી સાવ હું તો
વાજબી જમારાઠાઠ ;
વહી ગયા વરસ જોને
પુરા ઓગણસાઠ !
લઇ હાથમાં ખાલી જેણે
એક જ ડંગોરો
ભગાડી દીધો તો મોટો
અંગરેજ જોને ગોરો !
વંદે જગ આજેય જેને એ
કૃષ્ણ ભગવાન બહુ મોટો ;
સખો સુકલકડી સુદામો
જડે નહીં જેનો જગમાંયે જોટો !
ગાંધી ને સુદામાનું ફેમસ
સુદામાપુરી ઈન ધ અર્થ ;
ગર્વથી બતાવું મારુંયે ગામ
પોરબંદર જ બાય બર્થ !
છે તો કારણ એ પણ એક
સઘળી મારી મોજમજાનું ;
સુદામા ને ગાંધી તણું નાનું
ગામ પોરબંદર છે મજાનું !