ચિંતાને છોડ
ચિંતાને છોડ
ચિંતાને છોડ ઓ ભેરુ ચિંતાને છોડ
ચિંતા છે ચિતા સમાન ઓ ભેરુ ચિંતાને છોડ,
મનની વાતમાં શાંતિથી જીવી લે ઓ ભેરુ ચિંતાને છોડ
તનની સાથે તકલીફ ના લઈને ઓ ભેરુ ચિંતાને છોડ,
સંબંધોના આ સાથમાં સરી ના પડીએ ઓ ભેરુ ચિંતાને છોડ,
શબ્દોને સાંભળીને સહી ના લઈને ઓ ભેરુ ચિંતાને છોડ,
સાથી સંગીને આશ્વાસન દઈએ ઓ ભેરુ ચિંતાને છોડ
કોઈ નથી સાથને કોઈ નહિ આવે હાથ ઓ ભેરુ ચિંતાને છોડ,
જીવનને જીવી જાણ જીવનને મોજથી માણ ઓ ભેરુ ચિંતાને છોડ.
