Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunita Mahajan

Inspirational Others

4  

Sunita Mahajan

Inspirational Others

ચિંતા ખેડૂત પત્નીની

ચિંતા ખેડૂત પત્નીની

1 min
408


ખેડૂત પત્ની:-

ક્યારેક વરસાદ વધુ તો ક્યારેક ઓછો

એમાં કુદરતનો કોપ ક્યારેક મોટો

એમાં પાક પાણીનો થાય તોટો

એકલા ખેતીનો મોહ છે ખોટો

છું હું એક ખેડૂત પત્ની,

મને રહે હંમેશા ફિકર અને ડર,

કરશો નહીંના તમે કદી ખાલી ઘર ?


ખેડૂત:-

ખેતર મારાં પચાસ એકર

ભલે વધે છે કર્જનો ડુંગર

ખેડૂત હું તો એક નંબર.

આત્મહત્યા કરે એ તો કાયર

પ્રિયે, તું ના કર ફિકર, તું ના ડર.


ખેડૂત પત્ની :-

જાણું હું તમે ના કાયર

પરંતુ મને થાય છે હંમેશા ફિકર

વધશે જો આમજ કર્જના ડુંગર

તો એકદિવસ તમે આત્મહત્યા કરીને

કરશો ખાલી ઘર.


ખેડૂત :-

જો હું કરીશ આત્મહત્યા,

તો યે તમારા ના થશે બુરા હાલ.

સરકાર કરશે તમને માલા માલ

તમે બાંધજો પછી મોટો મહાલ.


ખેડૂત પત્ની:-

ભલે હું થઈશ માલામાલ,

ભલે હું બાંધીશ મોટો મહાલ.

છતાં તમારા વિના જીવવામાં,.

ના રહેશે કોઈ તાલ.

વચન આપો અભી હાલ,

ના કદી કરશો તમે આત્મહત્યાનાં ખ્યાલ.


ખેડૂત:-

વચન આપું પ્રિયે તને

ના લાવીશ હું આત્મહત્યાનાં વિચાર.

ના હું કાયર, ના હારીશ, ના હું ડરીશ.

ના આત્મહત્યા કરીશ.


ખેડૂત પત્ની:

પરિવાર આપણો મોટો

પાક પાણીનો થાય છે તોટો

વરસાદનો ભરોસો છે ખોટો

ખેતી છોડી કરો કોઈ બીજો ધંધો નાનો મોટો.


ખેડૂત :

વર્ષોથી ચાલી રહી આ ખેતીવાડી આપણી,

કાળી માટીનો હું રાજા, તું છો મારી રાણી.

થાય સંતોષથી આપણી કમાણી

કેમ બોલે આજે તું કટુવાણી.


ખેડૂત પત્ની:

ના સમજો પ્રિય, આને મારી કટુવાણી,

વર્ષોથી મેં તો આ હકીકત જાણી,

બહુ ઓછી થાય છે આમાં કમાણી,

આ તો આપને મારી સાચી સમજાવણી.


ખેડૂત:

વાત તારી પ્રિયે હવે મને સમજાણી

ખેતી સાથે કરીશ હું બીજી કોઈ કમાણી.

આ વર્ષે તો આવશે ભરપૂર પાક પાણી

ના કર તું ચિંતા મારી રાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational