ચિંધોને રાહ મને સાચી
ચિંધોને રાહ મને સાચી
હા રે હું છું પ્રવાસી હો રે ગુરુજી…
ચિંધોને રાહ મને સાચી…
હા રે હું છું ખાલી પડેલો ઘડો,
હા રે તમે છો જ્ઞાનનો દરિયો,
હા રે મને ભરોને નીરથી હો રે ગુરુજી…
ચિંધોને રાહ મને સાચી…
હા રે હું તો સત-અસતમાં ભટકું,
હા રે હું તો અહીં-તહીંમાં અટકું,
હા રે મને કરાવો ગતિ હો રે ગુરુજી…
ચિંધોને રાહ મને સાચી…
હા રે હું તો પાપ-પુણ્ય ન જાણું,
હા રે હું તો ખરું-ખોટું ન જાણું,
હા રે મને આપો સદબુદ્ધિ હો રે ગુરુજી...
ચિંધોને રાહ મને સાચી…
હા રે મને દેખાતું નથી પંખી,
હા રે એની આંખ તો કેમ વિંધવી ?
હા રે મને 'અર્જુન'ની આપો દ્રષ્ટિ ગુરુજી...
ચિંધોને રાહ મને સાચી…
