છૂટાછેડા
છૂટાછેડા
વધે રાત દિવસ બખેડા,
ક્યાંથી આવ્યા છુટાછેડા ?
સોસયલ મિડીયાના ચાળે ચઢીને,
છુટા પડયા લડીને.
સ્વભાવમાં બંનેના હૂં પદ,
ક્યાંથી આવ્યા છુટાછેડા ?
શરમ મુકી નેવે,
જાતે ખર જેવો વર શોધી.
જાય ભાગી સિમલા કે દિલ્હી,
કયાંથી આવ્યા છુટાછેડા ?
વાતે વાતે વાંકું પડતા,
ધણી ધણીયાણી કોરટે ચડતા.
ઘસી નાખ્યા કોર્ટના પગથિયાં,
કયાંથી આવ્યા છુટાછેડા ?
તોયે ના આવ્યો નિર્ણય,
પણ ના છૂટી એક બીજાની ટણી.
"ભાવના" ઉપર થી અલબેલા,
તનના ઉજળાં મન ના મેલાં,
રહે સદા દેખાડો કરતા,
ક્યાંથી આવ્યા છુટાછેડા ?
