STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

છતાંય હું ખુશ છું

છતાંય હું ખુશ છું

1 min
253

સવારે સૂરજ નીકળે તે પહેલાં ઊઠીને દરેકનું ટાઈમ ટેબલ સાચવું છું,

મારું દૈનિક જરૂરિયાત જ જાઉં છું ને છતાંય હું ખુશ છું ! 


સાસુની ગરમા ગરમ ચા સાથે કામના લીસ્ટ અને સસરાની તબિયત સાચવું છું,

ઠંડી પડી ગયેલ મારી સવારની ચા હું બપોરના સમયે રસોઈ બનાવતા પીઉં છું ને છતાંય હું ખુશ છું ! 


ગરમા ગરમ રોટલી અને શાક પ્રેમથી હું પિરસુ છું.

રાતે વધેલ એકાદ રોટલી ખાય હું સંતોષ મેળવી લઉં છું ને છતાંય હું ખુશ છું ! 


રાતની રોટલી ખાતા પણ બેથી ત્રણ વખત ઊઠું છું જોઈતું આપવા,

ખુદ પાણી સાથે રોટલી ખાઈને પણ હું ખુશ છું ! 


બપોર બાદ સૌને આરામથી સૂવા મળે એ માટે હળવેકથી વાસણ સાફ કરુ છું,

મન થતું હુંય આરામ કરું પણ ત્યાં કામનું લીસ્ટ મનમાં આવતું કપડાં સંકેલવા, પ્રેસ કરવી, મુખવાસ બનાવવો, પાપડ અન્ય પકવાનોનું લીસ્ટ જાહેર થયું ! 


સાંજ સુધીમાં થોડા કામો મૂકીને ફરી સૌને ભાવતા ભોજન કરવા લાગી જતી ! 

જમ્યા બાદ પણ જમીને ઊઠી જતા લોકોના વાસણો સાફ કરી પથારીઓ કરતી તૈયાર,


રાત્રે અંધકારમાં પથારી પર પણ ક્યાં મને શાંતિ ?! 

ઈચ્છાઓ પૂરી થતી કોઈની ને તે છતાંય હું ખુશ છું !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy