ચહેરો નજર આવે
ચહેરો નજર આવે
એક જ તમન્ના છે મારા દિલની,
તું મધુર સ્મિત મુજને ફરકાવે,
તારા મધુર સ્મિતથી તું મુજને,
હરપલ તરબતર બનાવે,
જ્યારે જ્યારે મુલાકાત થાય તારી,
તું મુજને નજરના જામ છલકાવે,
નજરથી ઘાયલ બનાવી તું મુજને,
તારા જ દિલમાં વસાવે,
પૂનમની અજવાળી રાતે બોલાવી,
મુજને મિલન માટે તું તડપાવે,
તારો પ્રેમ દિવાનો બનાવી તું મુજને,
હંમેશા તારો પડછાયો બનાવે,
તારા મધુર મિલન માટે તું "મુરલી",
મુજને રાત દિન ભલે તરસાવે,
મારી નજર જ્યાં પડે ત્યાં મુજને,
તારો જ ચહેરો નજર આવે.

