ચહેરો એનો ખીલતો ગુલાબ છે
ચહેરો એનો ખીલતો ગુલાબ છે
જાણે ચહેરો હતો એનો ખીલતો ગુલાબ,
રૂપ તો આપ્યું ઈશ્વરે એને જાણે લાજવાબ !
થઈ નાં શકે એના અદ્ભૂત રૂપનું વર્ણન ક્યાંય,
ભલે ને લખાય એના ઉપર લાખો કિતાબ,
એની આંખોમાં છે લાખો તીરની તાકાત !
નજર તો એવી જાણે કોઈ નશીલી શરાબ !
હોઠ એના લાગે જાણે શરાબની પ્યાલી !
અઘરા સવાલના પણ હોય એની પાસે લાખો જવાબ !
ચહેરો જાણે એનો ખીલતો ગુલાબ !
જાણે ! હૈયાના આકાશનો એ છે આફતાબ !
