ચહેરા ઉપર ચહેરો
ચહેરા ઉપર ચહેરો
ચહેરા ઉપર ચહેરો છે,
બનાવટનો પહેરો છે;
જીવન છે એક સુંદર પ્રવાસ,
એને માણવાનો અવસર સુનેહરો છે.
સુખમાં હસવું, દુઃખમાં રડવું કેમ ?
ચોમેર અદાવતની લહેરો છે.
કરમાય જાય કૂણી લાગણીઓ,
શરાફતનો લગાવ ગહેરો છે.
સુંદરતા દેખી નાશવંત શરીર તણી બાહ્ય,
ક્ષણભંગુર આકર્ષણનો ઘેરો છે.
જુવાનીનું જોશ હો કે પીઢતાના હોશ હોય,
સ્વાર્થમાં માણસ આંધળો ને બહેરો છે.
