ચહેરા પર સ્મિત રાખવું પડે છે
ચહેરા પર સ્મિત રાખવું પડે છે
માનવ બની કેટલું ગુમાવવું પડે છે,
નથી ગમતું એ અપનાવવું પડે છે,
દિલમાં કેટલાયે દર્દ હોય છે તોયે,
ચહેરા પર સદા સ્મિત રાખવું પડે છે,
જીવનનો તો છે આખરે એક જંગ,
જખ્મો પામીને પણ જીવવું પડે છે,
અણગમતા પાત્રો પણ ભજવવા પડે,
દુશ્મનની સામે પણ ક્યારેક નમવું પડે છે,
જૂઠની તો છે અહીં ખૂબ બોલબાલા,
સાચા હોઈએ તો પણ ચૂપ રહેવું પડે છે,
આંતરિક સુંદરતા કરતા દેખાવનું છે મહત્વ,
ક્યારેક કારણ વગર શરમાવું પડે છે.