છેલ છબીલો
છેલ છબીલો
વાલમ મારો આવ્યો છે, પ્રેમની સરિતા લાવ્યો છે,
પ્રેમની સરિતામાં વિહાર કરીને, પ્રેમગીત મારે ગાવું છે.
દિલ છે તેનું પ્રેમથી ભરેલું, મારા ચિત્તનો છે ચોર,
તેના દિલમાં સમાઈને મારે, પૂરા કરવા છે મનનાં કોડ.
વાલમ મારો રંગ રસીયો છે, નખરાળો છેલ છબીલો છે,
તેના દિલ સાથે ધડકન મેળવીને, પ્રેમગીત મારે ગાવું છે.
મિલન મધુર કરવું છે મારે, સાવનની આ ઘટામાં,
તા થૈ ત્ ત્ થૈ નાચવું છે મારે, સોનેરી ખીલેલી સંધ્યામાં.
નજર થી નજર મેળવવી છે, તેના પ્રેમમાં ખોવાઈ જાવું છે,
કોયલ જેવો ટહૂંકેથી "મુરલી", પ્રેમગીત મારે ગાવું છે.

