છે શિક્ષક
છે શિક્ષક
માતા-પિતા પછી આવે છે શિક્ષક,
ને જીવવાનો સાચો રસ્તો બતાવે છે શિક્ષક,
બાળકોનું જીવન સફળ બનાવે છે શિક્ષક,
ને તેમનાં ભવિષ્યને ઉજાળે છે શિક્ષક,
અંધારામાં દીપક બનીને આવે છે શિક્ષક,
ને અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઈ જાય છે શિક્ષક,
હંમેશા પોતાનાં બાળકો વિશે વિચારે છે શિક્ષક,
ને નવાં-નવાં પ્રયોગો કરે છે શિક્ષક,
પ્રામાણિકતાના પાઠ શીખવાડે છે શિક્ષક,
ને દેશસેવાની ભાવના વિકસાવે છે શિક્ષક,
મુશ્કેલીઓમાં સાચો રસ્તો બતાવે છે શિક્ષક,
ને સત્ય-અસત્યનો ભેદ જણાવે છે શિક્ષક,
ઇતિહાસની ગાથા જણાવે છે શિક્ષક,
ને ધરતીનું ભૂગોળ સમજાવે છે શિક્ષક.