છે ઇંતેજાર
છે ઇંતેજાર
નદીને સાગર સાથે મિલાપનો
અને સાગરને વર્ષા સાથે સંવાદનો
છે ઇંતેજાર,
તારાઓને રાતની શૂન્યતાનો
અને રાતને ચંદ્રની શીતળતાનો
છે ઇંતેજાર,
મનને અનંત, અમર શાંતિનો
અને શાંતિને સંતોષના આમંત્રણનો
છે ઇંતેજાર,
મનુષ્યને સ્વપ્ન સાચા કરવાનો
અને સ્વપ્નને કર્મ કરવાનો
છે ઇંતેજાર,
ઇંતેજાર કરવો તે છે ઘણો બેકાર
તું બસ કર્મ કર ને ભૂલી જ યાર.
