Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trupti Gajjar

Tragedy

4  

Trupti Gajjar

Tragedy

છે ગઝલ

છે ગઝલ

1 min
279


સૂરો, શબ્દો અને લાગણીઓ રચી શકે છે ગઝલ,

અશ્રુની સરવાણીમાંં પણ જો વહી શકે છે ગઝલ,


જરૂરી નથી કે ફૂલો પર જ હોય ગુંજન ભ્રમર કેરું;

કંટકોના સાથમાં પણ ક્યારેક મળી શકે છે ગઝલ,


એ કબૂલ કે કલાની કદર માટે જરૂર છે મહેફિલની,

પણ એકાંતના કોઈ ખૂૂણાઓમાં કદી રચાય છે ગઝલ,


સુખના સમંદરમાં ઉછળતા મોજા તો વ્હાલા જ લાગે !

પણ દુઃખોના દરિયામાં મોતી જેમ મળે છે ગઝલ,


પ્રકૃતિના પ્રેમમાં પડતાં કવન મળેે એ ખરું જ છે,

પરંતુ નફરતની આગમાં પણ કેવી તપી શકે છે ગઝલ,


મિત્રોના સાથમાં મળે સદા નવી કેડી સફળતા તણી-

પણ શત્રુઓની અદાવત પણ આપી શકે છે ગઝલ,


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy