ચેતીને રે'જો
ચેતીને રે'જો
જુઓને લાલઘૂમ થયો છે આ ગોળો,
કાંઇક આખા દિવસનું સરવૈયું છે આ ગોળો.....
ચેતીને રે'જો ક્યાંક લાગે ન ઝાળ!
કાંઇક આખા દિવસનું સરવૈયું છે આ ગોળો.....
પાતાળે જઇને ઉતારશે મિજાજ,
કાંઇક આખા દિવસનું સરવૈયું છે આ ગોળો.....
ઉષા કિરણે ઈન્તેજાર, થાશે ફરી તકનો ઉદય,
કાંઇક આખા દિવસનું સરવૈયું છે આ ગોળો.....
માણસ માત્ર ભૂલને પાત્ર, ફરી થાશે કાલાવાલા,