ચેરી બ્લોસમ
ચેરી બ્લોસમ
ચેરી બ્લોસમ ચીયર્સ કરાવે
પ્રેમ પુષ્પોની વર્ષા વરસે
હેતની હેલી હર્ષાવે
સિતાર ગિટારનાં ઝંકારથી
સંગીત સરજાય
ઝુમ પરના જમેલાએ
સૌને ઝુમાવ્યા
સિતારના સાત તારમાંથી એક
તાર પણ જો મળે તો જીવન બને નેક
જીવનનો તાર મળે એક
જીવનના સાતે ફેરા બને નેક
જીવન બને સૂરીલું છેક
