ચાંદનીની વ્યથા
ચાંદનીની વ્યથા
લગાવી હશે શરત ? સંધ્યા ને સાંજે,
દોડે છે ચાંદને અડવાને આકાશે,
જોવા રમત તારા જાગે,
વિચારતો વાયુ વ્યથામાં,
થાય કોણ વિજેતા આમાં ?
પડી મોજ મૌસમને, મનમાં હરખાાય,
પ્રકૃતિના અલગ રંગ આજે પરખાય,
બનાવ્યો આ રેસનો રેફરી રવિ એ, ક્ષિતિજને,
પૃથ્વી અને આકાશ વચ્ચે કેવો ઊભો જો ને,
આપી ચૂપકેથી, ચૂમી ચાંદનીએ વાદળને,
ચાંદથી છાના વાત કરતાં, વાત કરી વાદળને,
મહેમાન રાખ આજની રાત મારા ચાંદને,
સંધ્યા સોતન ખરી, જોવા ન દઉં નયન ભરી,
કહું હું સાંભળ તું, બની પહાડ ઊભો રહે તું,
મદદ લેવી અંતરિક્ષની, ગાયબ ચાંદને કર તું,
સંધ્યા, સાંજ ને સમીર, સંપી ગયા એક દિવસ,
લઈ ગયા મારા ચાંદને, વાવાઝોડા સંગાથે,
યાદ છે મને એ દિવસ, નયને વહાવી અશ્રુનદી,
મળી નદી સાગરમાં, બની કવિતા વિરહમાં,
શ્વેત વસ્ત્રોમાં ચાંદની ખુબ સુંદર લાગે,
એટલે તો ચાંદ આખી રાત જાગે,
બનાવી જોડી જગદીશે, ચાંંદ - ચાંદનીની,
તેમાં દખલગીરી શુંં કરે સંધ્યાજી ?