STORYMIRROR

Aniruddhsinh Zala

Fantasy

4  

Aniruddhsinh Zala

Fantasy

ચાંદ વિરહિણી બનાવે રાત

ચાંદ વિરહિણી બનાવે રાત

1 min
212

ખીલતો રૂડો ચાંદલિયો જોઈ શ્વાન કરે રુદન ઘેરું આજ 

વિરહ થકી એ વ્યાકુળ થયો, સાંભળે કોઈ જાણે હૈયે આજ.

અજવાળી રાતડી ચાંદ વધારે જાણે વિરહીનો વિરહ, 

સાગર પણ ભીતર ખળભળે, પણ કોણ સમજે ઈ વેદના આજ,

વિરહ થકી એ વ્યાકુળ થયો, સાંભળે કોઈ જાણે હૈયે આજ.

નીરવ શાંતિમાં હચમચતાં હૈયા પિયુ વિરહમાં કરે પોકાર, 

પિયુ વસે દૂર પરદેશ, કહેવી કોને હવે હ્નદય કેરી વાત ? 

વિરહ થકી એ વ્યાકુળ થયો, સાંભળે કોઈ જાણે હૈયે આજ.

લાગે મધુરો જગતને ચાંદ પણ વિરહી જ્ણ માટે બને વસમો,

હદયનાં કૂવે ઝાઝાં ખળભળે વિરહ કેરા દબાયેલ અશ્રુજળ આજ, 

વિરહ થકી એ વ્યાકુળ થયો, સાંભળે કોઈ જાણે હૈયે આજ.

'રાજ ' કહે શ્વાનને હદયથી, અમર છે પ્રેમ જગતમાં સદાય, 

વીતશે વિરહની રાતડી, શુદ્ધ પ્રેમ ઝુંટવી ન શકે કોઈ લગાર,

વિરહ થકી એ વ્યાકુળ થયો, સાંભળે કોઈ જાણે હૈયે આજ.

ખીલતો રૂડો ચાંદલિયો જોઈ શ્વાન કરે રુદન ઘેરું આજ 

વિરહ થકી એ વ્યાકુળ થયો, સાંભળે કોઈ જાણે હૈયે આજ.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy