ચાંદ બન્યો દીવાનો
ચાંદ બન્યો દીવાનો
ખિલખિલાટ હસતી પરી જોઈ છે મે આજે,
આંખોમાં ચાંદ જેવી રોશની જોઈ છે મે આજે !
હોઠ પર નિખાલસ હાસ્ય જોયું ને ધાયલ થયો,
ચહેરા પર સૂરજ જેવું તેજ જોયું મે આજે !
ધરતી પર આજ કોમળ કળ ખીલી છે આજ,
આંખોથી ઝળહળે છે દુનિયા કાજ !
પ્રેમનો અણસાર થયો આજ ધરા પર,
ચાંદ બન્યો તારો દીવાનો આજ !
