ચાલો મેળે
ચાલો મેળે
ચાલો મેળે ભાઈ ચાલો મેળે
મેળામાં મજા માણવા ચાલો મેળે,
મેળે જઈને ચકડોળ પર બેસશું
ચાલો ચકડોળ જોવા મેળે,
મેળે જઈને હાથીભાઈને જોઈશું
ચાલો હાથી જોવા મેળે,
મેળામાં જઈને ભેળ ખાઈશું
ચાલો તીખો સ્વાદ લેવા મેળે,
મેળામાં જઈને રમકડાં ખરીદશું
ચાલો મેળામાં રમકડાં જોવા,
મેળામાં જઈને દુકાને દુકાને ફરશું
ચાલો મેળે ચાલો મેળે.
