ચાલો મેળામાં
ચાલો મેળામાં
મેળો આવ્યો મેળો ચાલો જઈએ મેળામાં
ચકડોળમાં બેસી મજા માણવા ચાલો જઈએ મેળામાં
ભાઈબંધોની સાથે ચાલો ફરવા જઇએ મેળામાં
મોજ મસ્તી કરવા ચાલો જઈએ મેળામાં
મંદિરના દર્શન કરવા ચાલો જઈએ મેળામાં
જાત જાતના ફરસાણ ચાખવા ચાલો જઈએ મેળામાં
રમકડાંની રેલમછેલ જોવા ચાલો જઇએ મેળામાં
કપડાંની ખરીદી કરવા ચાલો જઈએ મેળામાં
મનોરંજનની મુલાકાત લેવા ચાલો જઈએ મેળામાં
હૈયાને હળવું કરવા ચાલો જઈએ મેળામાં
