STORYMIRROR

Jagruti rathod "krushna"

Romance

4  

Jagruti rathod "krushna"

Romance

ચાલને ફરી પાછા જઇએ

ચાલને ફરી પાછા જઇએ

1 min
315

ચાલ ને ! ફરી પાછા જઇએ,

સાંજ ફરી એ માણી લઇએ.

આથમતા સુરજની પહેલાં,

ને ખીલતી સંધ્યાની  સાખે,

એકબીજા નાં ઝાલી હાથ આ,

વનની સીમાઓ ખેડી  લઇએ.


માળે પાછા ફરતા એ પંખી,

વાડે પાછા ફરતા એ ગૌધન,

ધીમા ટહુકે કળા કરતા એ

સુંદરતા મોરની નીરખી લઇએ.


ખળ- ખળ વહેતા નીર નદીનાં,

સ્પર્શ પગે એ માછલીઓનાં,

ઝરમર મેઘ એ માટીની સોડમ,

શ્વાસ થકી આ હૃદયમાં ભરીએ.


પૂર્ણિમાની રાતે જોને નભમાં,

ચંદ્ર ખીલ્યો એ પુર્ણ કળાએ,

ખીલ્યા ચાંદની એ ચાંદનીમાં,

મન ભરી ને જીવી લઇએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance