Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

ચાલને એકમેકમાં ઓગળતા રહીએ

ચાલને એકમેકમાં ઓગળતા રહીએ

1 min
157


ચાલ ને રંગ રસિયા,

એકબીજાના રંગે રંગાઈ જઈએ,


હું અને તું એકબીજામાં રહીએ

હું તારામાં અને તું મારામાં,


હું ખળખળ વહેતી નદીને

તું સમંદર મારી

હું ફૂલ ને

તું મહેકતી ખુશ્બુ મારી,


હું હૃદય ને

તું ધડકન મારી

હું આકાશ ને

તું ચમકતો ચાંદ મારો,


હું સોનેરી કિરણ ને

તું ઝગમગતો સૂરજ મારો

તારી સાથે ઊગુ ને

તારી સાથે અસ્ત થાઉં,


એકબીજાનો હાથ અને સાથ આપતા રહીએ

એકમેકને ગમતા રહીએ

એકમેકમાં ઓગળતા રહીએ

જીવનનો જશ્ન માનવતા રહીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance