ચાલ સમયને માંગણી લઉં
ચાલ સમયને માંગણી લઉં
ચાલ સમયને માંગણી લઉં,
મળેલ પળોને હું ઉજવી લઉં,
ધન દોલત નથી જોઈતી મારે,
માન સન્માન નથી જોઈતું મારે,
મસ્ત ફકીરીમાં જીવી લઉં,
ચાલ સમયને માંગણી લઉં,
દીન દુઃખની સેવા કરીને,
માનવતાના ધર્મને વરીને,
માનવ બનીને જીવી લઉં,
ચાલ સમયને માંગણી લઉં,
સત્કર્મોનું ભાથુ ભરીને,
સત્સંગ દેશમાં વાસ કરીને,
ભક્તિ રસમાં ડૂબી લઉં,
ચાલ સમયને માંણી લઉં,
તાલ સૂર સંગ કિર્તન કરીને,
કૃષ્ણ લીલામાં મગ્ન બનીને,
ભવ સાગર પાર કરી લઉં
ચાલ સમયને માંણી લઉં,
શ્યામ પ્રભુનું ભજન કરીને,
"મુરલી" મધુર શ્રવણ કરીને,
રાસલીલામાં નાચી લઉં,
ચાલ સમયને માંણી લઉં.
