ચાલ લાગણી
ચાલ લાગણી
ચાલ લાગણી વરસાવીએ,
આ વસંતમાં ફરી પલળીએ,
આવી ગઈ હતી પાનખર જે સંબંધમાં,
ચાલ એને ફરી સીંચીએ,
તારું ને મારું બાજુમાં મૂકી,
બસ આપણું વિચારીએ,
એકબીજાથી થયેલા દૂર આજ,
મનભરી વ્હાલ વરસાવીએ,
ગેરસમજમાં ઊભાં થયેલા સવાલોના
અસંતોષકારક જવાબોને,
સુલેહનું નામ આપીએ...
ભીતરમાં વળેલી ઉધઈનું આજ,
નામોનિશાન મીટાવીએ,
આજ વરસો પછી ચલ,
પહેલા જેવી લાગણી વરસાવીએ.

