STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Romance

5.0  

Bhavna Bhatt

Inspirational Romance

ચાલ જીવી લઈએ..

ચાલ જીવી લઈએ..

1 min
977




ઘડપણની ફરિયાદો ભૂલી જઈને,

એકબીજાનો હાથ પકડી ચાલ જીવી લઈએ.


જીવનમાં સાથે જોયેલા એ રંગીન સપના,

સપનાનાં એ મહેલ ચણવા ચાલ જીવી લઈએ.


બે અંતિમ ચરમ બિંદુઓ વચ્ચે પીસાતી આ જીંદગીને,

પરસ્પરની ભાવના સમજી ચાલ જીવી લઈએ.


શ્ચાસોશ્ચાસ બંધ થાય એ પહેલાં,

આપણા અસ્તિત્વમાં ચાલ જીવી લઈએ.


તારુ મારુ ભુલી જઈને સહિયારુ બનાવીએ,

સાચી સમજણ કેળવીને ચાલ જીવી લઈએ.


સૂકાઈ ગયેલી એ સ્નેહની સરવણીઓને,

છલોછલ એ સ્નેહમાં ચાલ જીવી લઈએ....!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational