STORYMIRROR

Kalpesh Vyas

Inspirational

2.4  

Kalpesh Vyas

Inspirational

ચાલ જીવી લઈએ!

ચાલ જીવી લઈએ!

1 min
617



એકબીજાનાં મનમાં અજવાળું થાય

એવી એક સરસ દીવી લઈએ

ચાલ જીવી લઈએ


સમજણના મજબુત સોયદોરાથી

સંબંધના ફાટેલા કપડાં સીવી લઈએ

ચાલ જીવી લઈએ


એકબીજાના મનની વ્યથા જોઈ શકાય

એવું એક સરસ મજાનું ટીવી લઈએ

ચાલ જીવી લઈએ


તારા બીઝી સમયમાંથી સમય આપી શકે

સરસ મજાની ઘડીયાળ એવી લઈએ

ચાલ જીવી લઈએ


જ્યારે ઇચ્છા હોય ત્યારે મળવાની

અમુક એપોઇન્ટમેન્ટ એવી લઈએ

ચાલ જીવી લઈએ



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational