ચાહત
ચાહત
એક
સતત રણ
અબળાતું રહે છે,
મારી ભિતરમાં
તને ચાહું હું
તને સ્મરું હું
તને આવકારું પણ હું
તારાથી દૂર તને વિચારુ યે હું
ગંજ ખડકાયા છે ભિતર તારી યાદોંના
એક ખાલીપો સતત ભરડો લે છે મારા મનનો
તને ચાહીને ય તારી બની ના શકી, તને દૂર રહીને
પણ તને અળગી ના કરી શકી હું...

