STORYMIRROR

Masum Modasvi

Inspirational

3  

Masum Modasvi

Inspirational

ચાહની લગની

ચાહની લગની

2 mins
14.1K


આવી ગઈ છે ચાહની લગની ઉભારમાં,

હૈયે જગેલી રાખતી અગ્નિ વિચારમાં. 

તરતી થઈ છે આંખની શોખી નશા ભરી,

મનને હરખમાં રાખતી મસ્તી ખુમારમાં.

મળતી રહી છે સાંત્વના ભીના હ્રદયતણી,

ભટકે છતાંયે લાગણી ઉડતા ગુબારમાં.

દાબી હ્રદયની ખેવના હસતી કળીકળી,

તરસી રહેલું મન છતાં મ્હેકી બહારમાં. 

આશા ભરેલી રાખતી પલતી ઉમંગને,

જીવી જવાનું સાંપડે તડપી નિખારમાં.

ભાવે ભરેલી કામના કરતી ઉપાસના,

નૈયા કિનારે લાંગરે સરકી વિહારમાં. 

માસૂમ જનમની સાંપડી ચાહત તરંગની,

અરમાં અધુરા સાલતા મનના કરારમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational