ચાહ છે
ચાહ છે
મારી ચિંતા તને પજવે કદી તો એ ચાહ છે,
ભલે આપણા જીવનનો સદાયે જુદો રાહ છે,
આપણી વચ્ચે અનુરાગ રહેવાનો જીવનભર,
અલગ રહીને પ્રીત નિભાવીએ એ સલાહ છે,
સમાજના બંધન સદા સ્વિકારીને ચાલીએ,
દિલમાંથી નિકળતી રહેશે સદા એ જ આહ છે,
પ્રેમીજનોને જુદા પાડતા રહે ઇશ્કના દુશ્મનો,
પ્રિયજનોના હદયમાં હંમેશા એનીજ દાહ છે,
એકબીજા માટે કરી દેશું અરમાનો કુરબાન,
પછી જમાનો આપણી પ્રીતને કહેશે વાહ છે.