ચાડિયાભાઈ તો બોલ્યા
ચાડિયાભાઈ તો બોલ્યા
ચાડિયાભાઈ તો બોલ્યા
મને જાવું છે નિત નિત ભણવા
મને ભણતરની ભૂખ લાગી....
ચકીબેન જાય છે ભણવા
આવીને બોલે એ તો એકડા
મને ભણતરની ભૂખ લાગી
ચાડિયા ભાઈ તો બોલ્યા...
પોપટભાઈ જાય જો ભણવા
ગણિત ના ગણે છે એ દાખલા
મને ભણતરની ભૂખ જાગી
ચાડિયાભાઈ તો બોલ્યા...
ઉંદરભાઈ જાય જો ભણવા
વાર્તા મજાની એ બોલતાં
મને ભણતરની ભૂખ લાગી
ચાડિયાભાઈ તો બોલ્યા....
કોયલ બેન જાય જો ભણવા
ગાય છે મીઠાં મીઠાં ગીતડાં
મને ભણતરની ભૂખ લાગી
ચાડિયાભાઈ તો બોલ્યા......
