STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

ચા ની ચાહત

ચા ની ચાહત

1 min
263

ચા ની વાત છે અલગ, આપણો પૂરો દેશ ચા માં રત છે

એક જો ચા ના મળે તો પછી થાય કેટકેટલી મુસીબત છે,


લોકો તો કહેતા રહે છે કે ચા ની પડી જાતી હોય છે આદત

ચા હોય તો, સવારની ક્રિયાઓ થઈ જાય સમયસર એવી આ લત છે !


જો ચા ના હોય તો જલેબી-ગાંઠિયાનું વેચાણ થઈ જાય અડધું

જલેબી-ગાંઠિયાના સારા સ્વાદ માટે ચા પૂર્વશરત છે,


દોસ્તી અને મસ્તીમાં વધારો કરતી હોય છે માત્ર અડધી ચા

પૂરી મહેમાનગતિ માટે તો ચા નું પીણું જ સમસ્ત છે,


આ દુનિયામાં કેટકેટલા અકસ્માતો અટકી ગયા છે એક માત્ર ચા ને લીધે

ડ્રાઈવરોને જાગતા રાખવા માટે ચા નું પીણું શત પ્રતિશત છે,


આપણા દેશમાં તો બેકારીની સમસ્યા છે બહુ વિકરાળ

રોજગારી પૂરી પાડવામાં પણ ચા પોતાની રીતે જબરદસ્ત છે.                                                                                                         


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Abstract