Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishal Dantani

Thriller Tragedy

3  

Vishal Dantani

Thriller Tragedy

ચા દઉં કે કૉફી

ચા દઉં કે કૉફી

1 min
415



ખેતરોથી નીચોવી લીધાં બહું બધાં નાણાં ,

તો'ય વધતી મોંઘવારીએ તે પડાવી લીધાં !


કેમનું સચવાય ઘર અને ઘરનું બારણું ,

વિચારોમાં એવા જ અટવાય સંભારણું !


સગાંની શિખામણો આવી છે ઉમટી,

જાઓ શહેરે રળવાં,તો ચાલે જીવનઘંટી !


પગનાં થાકેલાં ગોઠણ હવે હા ધરે છે,

દિલ ના કહે છતાં જાવું પડે એમ છે !


બાંધી છે પોટલી ને ઉંઘવાને બિસ્તર ,

સામાન ઘણો ચિંતાઓનો,છે મનની અંદર !


હકડેઠઠ ભરેલી ટ્રેને પછી છે ટિંગાયો ,

મજબૂર ગોઠણ,મજબૂરીથી અકળાયો !


રાત આખી વીતી ને વીતાડી પણ ગઇ ,

ને સવાર પડે પાછી ભવનો થાક દેતી ગઈ!


આંખો પછી ગાંડી થઈ શોધે કોઈ રૅકડી ,

કયારે જઉં ને કોઈ પૂછે,'ચા દઉં કે કૉફી' !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller