બસ થોડી વાર
બસ થોડી વાર
સંસારની માયા મૂકી દે બસ થોડી વાર
સાંભળ ભીતરનો સાદ બસ થોડીવાર,
મનની ગતિ ને મેળવી દે બસ થોડીવાર
શ્વાસની અંતિમ ગતિ ને છોડી દે બસ થોડીવાર,
જોયેલું ના જોયેલું ભૂલી જા બસ થોડીવાર
આંખ મીંચીને બધું કહી દે બસ થોડીવાર,
અસ્તિત્વને જાળવી રાખ બસ થોડીવાર
અંતરમાં આશને પાથર બસ થોડીવાર,
વિશ્વને પ્રભાવિત કર બસ થોડીવાર
હું નો બહિષ્કાર કર બસ થોડી વાર,
સર્વત્રને સાકાર કર બસ થોડીવાર
જીવનને સર્વત્રમાં બતાવ બસ થોડીવાર.
