બ્રહ્મપુત્રા
બ્રહ્મપુત્રા


નગપતિ ગિરિરાજ શૈલ શીર્ષ કૈલાસ શિખરે
માનસરોવર રંગ રૂપ પુષ્કળ પુષ્કર નિખરે
નૂતન જન્મી યાર્લુંગ ત્સાંગ્પો તિબેટે તરુણ
નિમ્નગા નામે બ્રહ્મપુત્રા જઈ પ્રદેશે અરુણ
દેશપરદેશ ભોમકે ભમતી ઘૂમતી પથ પરે
નામ રંગ રૂપ વાટ વહેણ બદલતી વાપરે
માંડતી ડગર પશ્ચિમે જમુનાથી અવરગંગા
પૂર્વે પુરાણી નદી તિસ્તા પદ્મા મેઘના ગંગા
ને વસંતે હિમાદ્રી હિમ પીગળ્યૅ પટ પર પૂર
વરસ્યે ગાંડીતુર ચોમાસે ભરે નિર્ઝરી ભરપૂર
સલિલ સરકે હોડકા હોંશથી ભરી ઘણી હામ
વિદ્યુત નીપજે જળ ધોધથી ખેત પાવું કામ
લઇ શીર ઓવારણાં નદી નીર નભે નરનાર
વસતાં બ્રહ્મપુત્રા બાહુપાશ પશુ પંખી અપાર
નગપતિ ગિરિરાજ શૈલ શીર્ષ કૈલાસ શિખરે
નીરખી રત્નાકર કંગાલ બંગાલ જઈ વિખરે