બરાબર હતું
બરાબર હતું
મળ્યા ત્યાં સુધી બરાબર હતું
ગમ્યા ત્યાં સુધી બરાબર હતું
ને પછી તો ચારેકોર ચર્ચાણા,
હસ્યાં ત્યાં સુધી બરાબર હતું
રંગોએ ચાડી ખાધી, ગાલ પર
રંગ્યા ત્યાં સુધી બરાબર હતું
સાચું કહ્યું, મેહફીલમાં તો મર્યા
નમ્યા ત્યાં સુધી બરાબર હતું
તબિયતની જો વાત પૂછો તો,
એ ગયા ત્યાં સુધી બરાબર હતું

