STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

બની જા તું મારી મહેબૂબા

બની જા તું મારી મહેબૂબા

1 min
446

ઓ દિલરૂબા જાની, તુંં છો લૈલા મારી,

બની જા તું મારી મહેબૂબા .... 


વાટલડી જોઉં તારી, નદિના કિનારે.

ક્યારે આવીશ તું, મને મળવાને.

મસ્તાની ચાલ તારી, પાયલ સંભળાવ તારી,

બની જા તું મારી મહેબૂબા ....


તને જોઈને મનડું, મોહી ગયું છે.

ચૈન મારા ચિત્તનું, ચોરાઈ ગયું છે.

મનની માનેલ મારી, દિલમાં તસવીર તારી,

બની જા તું મારી મહેબૂબા....


વડલાનાં છાંયે હું, ઝૂલો બંધાવું.

ઝૂલામાં તુંજને હું, પ્રેમથી ઝૂલાવું.

સુંદર સૂરત તારી, નજર ન લાગે મારી,

બની જા તું મારી મહેબૂબા....


ચાલ તને પ્રેમનાં, મેળામાં ફેરવું,

પ્રીતનો પાવો વગાડી, પ્રેમમાં ભીંજવું.

"મુરલી" તું પ્રેમની રાણી, મને લાગે છે પ્યારી,

બની જા તું મારી મહેબૂબા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance