બની બેઠી
બની બેઠી
આંખોમાં તારા ઇન્તઝારની પ્યાસ લઈને બેઠી છું,
હૈયેના દરિયે મોજા ઉછળી રહ્યા છે ખુશીના,
તારા સ્વાગત માટે આ કળીઓ પણ ફૂલ બનીને બેઠી છે,
આમ તો સાદગી બહુ પ્યારી મને,
છતાંયે સોળે શણગાર સજીને બેઠી છું,
આંખોમાં તારા ઇન્તઝારની પ્યાસ લઈને બેઠી છું
વિરહની વેદનાઓ નથી સહેવાતી હવે,
આંખોમાં અશ્રુઓના ઘોડાપુર લઈને બેઠી છું,
તને જોવાની એટલી તલબ લાગી છે,
લાગે છે જાણે હૈયું પણ હૃદયની દીવાલો તોડી ફરાર થયું છે,
આશાઓનો ઉપહાર લઈને બેઠી છું,
આમ તો તૂટી ગયું છે મકાન મારી લાગણીનું,
સાવ ખંડેર થયું,
પણ તારા આગમને ફરી જીવંત થયું,
મીઠા મધુરા સપનાઓની સૌગાદ લઈને બેઠી છું,
શું એવી કરામત કરી તે ?
ભાગ્ય જ મારું બદલાય ગયું,
હતી હું સાવ બદનસીબ
પણ ભાગ્યની બેતાજ બાદશાહ બની બેઠી,
શું સગાઈ છે તારી સાથે એ મને ખબર નથી,
પણ તોયે વરસોથી તારી ચાહતમાં તડીપાર થઈને બેઠી છું.

