બંધ કર
બંધ કર
સુખની પાછળ ભાગવાનું બંધ કર,
ઝાંઝવા પર મોહવાનું બંધ કર.
જિંદગીની સર્વ ક્ષણ માણી લે તું,
રોજ ખુદને મારવાનું બંધ કર.
પૂર્ણ તો કોઈ નથી આ વિશ્વમાં,
ખુદને નીચું આંકવાનું બંધ કર.
માત્ર મન તારું તું સુંદર રાખજે,
તનને તું શણગારવાનું બંધ કર.
જિંદગીમાં ફક્ત દુઃખ મળશે તને,
આશ સૌ પર રાખવાનું બંધ કર.
વાત તારી માનશે નહિ કોઈ 'દી,
દિલને તું સમજાવવાનું બંધ કર.
