STORYMIRROR

Nayana Viradiya

Tragedy Thriller

3  

Nayana Viradiya

Tragedy Thriller

બ્લેક ડે- વેલેન્ટાઇન ડે

બ્લેક ડે- વેલેન્ટાઇન ડે

1 min
213

 આજ કાળી રાત જ નહીં દિવસ પણ કાળો જોયો,

વસંત પ્રેમની ને છતાં પાનખર અપાર જોયો,


ધરતી નિરાધાર ને આકાશને પણ લોહીયાળ ટળવળતો જોયો,

સૂરજ નમેલો લાચાર ને ચંદ્ર પર પણ અંધકાર ફરફરતો જોયો,


વાયુ ચકચૂર ને આંસુ ચોધાર પ્રસરાવતા જોયો,

ફૂલો ને બગીચે આજ મેં લોહીનો રસ ઝરતો જોયો,


નદીઓ થીજેલી ને સાગર આજે મેં સુન્ન થતો જોયો,

આજ કુરબાન થતો સાચો મેં આશિક જોયો,


પ્રેમમાં મરમીટનારો દેશનો પ્રેમી પરવાનો જોયો,

દેશ માટે ન્યોછાવર તન બદનનો ટુકડે ટુકડો રઝળતો જોયો,


કાયર, ક્રૂર, વિશ્વાસઘાતી દુશ્મનનો કપટી ખૂની નજારો જોયો,

સામી છાતીએ એ લડી ન શકનાર ને પાછળથી ઘા કરતો જોયો,


લુખ્ખા ને લુચ્ચા આ શેતાનને છેલ્લી પાટલી એ બેસતા જોયો,

અંગ અંગ તેનું દેશદાઝ ઝળકે ભૂમિ પર એને આજ ટુકડે ટુકડે ટળવળતો લથબથ જોયું,


લડીશ, મરીશ, દેશ માટે કંઈક કરીશ અંતિમ તેના પડઘાઓ ચોમેર ગુંજતા જોયા,

કેટલાયમાં ના લાલ, બહેનોના વીર, કોઈનો પરણેતર, પ્રેમી, કોઈ ભૂલકાઓની છત્રછાયા, કોઈ પિતાનો પડછાયો આજ આમ ઓલવાતો જોયો,


માં ધરતીનો વીર પુત્ર, રક્ષક, દેશપ્રેમી, મઃ ભોમનો અનેરા સપૂત, અમ આઝાદીના રખેવાળ ને આજ અસ્ત થતા જોયા,

દેશના ગૌરવ ને ક્રૂર રીતે હણાતાને માં ભોમનો ખોળો નંદવાતો જોયો,


ટુકડે ટુકડો હે વીર તારો તિરંગે લપેટાતો જોયો,

સૂરજ આથમ્યા પહેલા જ આજે કાળોતરો અંધકાર પથરાતો જોયો,

પ્રેમના દિવસ ને આજ બ્લેક ડે માં પલટાતા જોયો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy