STORYMIRROR

Nilesh Limbola

Fantasy Tragedy

3  

Nilesh Limbola

Fantasy Tragedy

ભૂતકાળ

ભૂતકાળ

1 min
1.0K



બારીમાંથી દેખાતા,

ઉડાઉડ કરતા પતંગિયાની જેમ,

મારુ મન,

ઘૂમ્યા કરે છે અહીં-તહી,


અને

કોઈ અદ્રશ્ય સાંકળોથી,

બંધાય ગયા છે મારા હાથ-પગ,


ખુલ્લું બારણું છતાંયે,

ભરી નથી શકાતું પગલું,

બ્હારની દુનિયા મને બોલાવે છે.


છૂટવા મથું છું,

એ ભૂતકાળથી જે પાછળ-પાછળ આવે છે

પડછાયાની જેમ.


પાનાઓ ફાડી નાંખ્યા ડાયરી

ને તે છતાંયે

નાની-મોટી ઘટનાઓ, યાદો, પ્રસંગો નષ્ટ નથી થતા

જીવનમાંથી,

હજુ સવાર પડી ત્યાં,

ઘેરી લીધો છે મને કંઈ કેટલાય દિવસોએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy