ભોળિયો
ભોળિયો
ભમ ભમનાં નશામાં ધૂત થઈ
ભોમિયો થઈ ભમ્યો ભૂતર ઘણું,
લગાડી ભભૂત ભસ્મ કાયાલેપ કર્યા
એની માયામાં મસ્ત મદન થઈ ને,
એનાં દિઠેલ એકસો ચૌદ મારગનો પંથી
વલોવી સાગર વિષ પી ગયો એ નિલકંઠી,
ભલો બ્રાહ્મણ રાવણનો ન્યારો નાથ તે
તો ચોર્યાસી બ્રહ્માંડનો અધિપતિ રે,
ભમ ભમનાં નશામાં ધૂત થઈ
ભોમિયો થઈ ભમ્યો ભૂતર ઘણું,
વેદોનો જાણનારો રામસાગરનો બંધાણી
ભોળિયા ભમ ભમનાં નશામાં ધૂત રે.