Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendrabhai Pandya

Drama

3  

Mahendrabhai Pandya

Drama

ભલે ! ફોન મૂક

ભલે ! ફોન મૂક

1 min
195

લખવી'તી મમ્મી પર કવિતા,

છે તું અડીખમ અપરાજીતા, 

ને, કાને પડ્યા શબ્દો અમુક,

મમ્મી એ કીધું કે ......."ભલે ! ફોન મૂક" !

અમ શ્રેય કાજે તું વહી સદા, 

છે તું, ગંગા ગોદાવરી સરિતા. 

ને, કાને પડ્યા શબ્દો અમુક, 

મમ્મી એ કીધું કે....." ભલે ! ફોન મૂક "!

અમ ભાગ્ય કેરી હે વિઘાતા, 

છે તું, શ્રેયસ્કરી છે સવિતા,

ને, કાને પડ્યા શબ્દો અમુક, 

મમ્મી એ કીધું કે ......" ભલે " ફોન મૂક !

દેવશ્રૃતિ કલ્યાણ વરદાતા,

છે તું, જન્મદાત્રી જનેતા. 

ને, કાને પડ્યા શબ્દો અમુક.

મમ્મી એ કીધું કે ......" ભલે " ફોન મૂક !

રાજમાન રાજેશ્રી રાજસ્વિતા,

છે તું, સો શિક્ષક શી સારસ્વિતા,

ને, કાને પડ્યા શબ્દો અમુક,

મમ્મી એ કીધું કે ......" ભલે " ફોન મૂક ! '

Rate this content
Log in

Similar gujarati poem from Drama