STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

ભીતરે

ભીતરે

1 min
752

રાખો દિલે નરસિંહ જેવા હાલ ભીતરે,

તો કા'ન આવીને વસે તત્કાલ ભીતરે.


ને સંકટે નરસિંહ-શો યાદ તો કરો,

આવી જશે કા'નો બનીને ઢાલ ભીતરે.


નાચો કદી' નરસિંહ-પેઠે બાવરા બની,

આવી જશે ત્યારે ઘણાયે તાલ ભીતરે.


જગ લાગશે સુંદર, જુવો નરસિંહ-લોચને,

રાખો નહીં એકેય પણ દીવાલ ભીતરે.


'સાગર' બની જાયે જગત આ પ્રેમથી સભર,

રાખો નહીં કોઈ મગજને લાલ ભીતરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational