STORYMIRROR

Arjun Gadhiya

Classics Drama

3  

Arjun Gadhiya

Classics Drama

ભીની માટીનો પીંડો...

ભીની માટીનો પીંડો...

1 min
622


ભીની માટીનો પીંડો રે ગુરૂજી,

હું ભીની માટીનો પીંડો…


મને ચાકડે ચડાવોને ગુરૂજી,

હું ભીની માટીનો પીંડો…


ગારો જાણી જગ કચડી રે નાખશે,

એથી આપના પગે ખૂંદોને ગુરૂજી,

હું ભીની માટીનો પીંડો…


આમ તો સંસાર કરશે રે આઘો,

એથી મને ઘાટ આપોને ગુરૂજી,

હું ભીની માટીનો પીંડો…


પાક્કી દુનિયામાં રહી જાય હું કાચો,

એથી ભજનની ભઠ્ઠીએ શેકોને ગુરૂજી,

હું ભીની માટીનો પીંડો…


કાળો જાણી કોઈ કિંમત નહિ કરે,

એથી જ્ઞાન ગેરૂએ રંગોને ગુરૂજી,

હું ભીની માટીનો પીંડો…


આમ તો સંસાર ફળિયે રે રાખશે,

મને પાણીયારે પહોંચાડોને ગુરૂજી,

હું ભીની માટીનો પીંડો…


આમ તો ‘અર્જુન’ને કોઈ નહિ જાણે,

દ્રોણ બની આંગળી ઝાલોને ગુરૂજી,

હું ભીની માટીનો પીંડો…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics